Friday, 27 November 2020

શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય - વાંકાનેર ની વિદ્યાર્થિની કુ.રિદ્ધિ કમલેશભાઈ પાટડિયા એ નિંબંધ લેખનમાં જિલ્લા પ્રથમ સ્થાન મેળવી સિદ્ધિ નું એક પંખ ઉમેર્યું....


શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ની વિદ્યાર્થીની પાટડીયા રિદ્ધિ કમલેશભાઈ (ધોરણ 12) ગુજરાત ગૌરવ દિન “કોરોના વોરિયર્સ” નિબંધ સ્પર્ધા માધ્યમિક વિભાગમાં સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે આ પ્રસંગે શાળાના આચાર્ય દર્શનાબેન જે જાની ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વિદ્યાર્થી રિધ્ધી ને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે આ સ્પર્ધામાં તેમણે રૂપિયા 15000 નું પુરસ્કાર તાલીમ ભવન રાજકોટ ખાતેથી મળેલ છે તો આ પ્રસંગે શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવે છે.


                            નવદીપ ભટ્ટી વાંકાનેર


Sunday, 22 November 2020


 શ્રીફળેશ્વર મંદિર ના મહંત, વાંકાનેર પાટીદાર સમાજ ના કારોબારી સભ્ય ,તેમજ વાંકાનેર ના અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ એવા શ્રી કાનજીભાઈ રામાભાઈ પટેલ (પટેલબાપુ) જે તુષારભાઇ અને વિશાલભાઇ ના પિતાશ્રી નુ આજ રોજ તા.22-11-2020 ને રવિવાર ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે.

   તેમની સ્મશાન યાત્રા તા. 23-11-2020 સોમવાર સવારે 9=00 કલાકે તેમના નિવાસસ્થાન  ફળેશ્વર મંદિર ની પાસે થી રાખેલ છે

Saturday, 21 November 2020

દુઃખદ અવસાન....

મૂળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સોરઠીયા રજપુત સ્વ. પિયુષ ભટ્ટી (રીટા.આર્મી મેન)
ઉ.વ. ૪૦
તે નરેન્દ્રભાઈ ભટ્ટી (એસ.ટી કંડકટર)ના પુત્ર,તે પ્રિયાંશ ના પિતા અને રવી ના મોટાભાઈ અને મુકેશભાઈ,કીર્તિ,રાજેશ,
નવદીપ,કેતન,અમિત,યોગેશ ના ભાઈ નું
તા.૨૧/૧૧/૨૦૨૦ શનીવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું  ૨૬/૧૧/૨૦૨૦ ગુરુવાર ના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ તેમના નિવાસ સ્થાને રતનપર, રામધામ સોસાયટી,રાજ પ્લાઝા - રતનપર ખાતે રાખેલ છે....
નરેન્દ્રભાઈ ભટ્ટી: 98248 21619
રવિ ભટ્ટી:          97269 65881
                       99252 59922

Friday, 20 November 2020

 વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા સતત ૪ વર્ષે સંત શિરોમણી જલારામબાપાની ૨૨૧મી જયંતીની ભવ્ય ઊજવણી








નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા...
વીરપુરના જોગી જલીયાણ સંત શિરોમણી જલારામબાપાની આજ રોજ 221મી જયંતિ નિમિતે વાંકાનેર રઘુવંશી પરિવાર દ્વારા વાંકાનેરના મધ્યે માર્કેટ ચોક ખાતે સંત શિરોમણી જલારામબાપાની ભવ્ય પ્રતિમા અને ભવ્ય મઢુલી બનાવી તેમાં ચોખ્ખા ઘી ,સુકામેવા થી ભરપુર મીઠી બુંદી અને ગાંઠિયા પ્રસાદનું સુઆયોજિત વિતરણ કરી ઊજવણી કરવામાં આવી છે..
      આ અવસરે વાંકાનેરના  જીતુભાઈ સોમાણી ,કાકુબાપા (પ્રમુખ લોહાણા મહાજન), રમેશભાઈ (ઉપ પ્રમુખ લોહાણા મહાજન) ,લલિતભાઈ પૂજારા, સુબા સાહેબ, જીતેશ રાજવીર ,સુનિલ ખખ્ખર,સંજય જોબનપુત્રા,હિતેશ ચંદારાણા,સમીર ટ્રેડર્સ પરિવાર,
અમિત સેજપાલ,રાજ સોમાણી,ભૌમિક ખીરૈયા,મુન્નાભાઈ રામદેવ મંડપ તથા સમસ્ત રઘુવંશી પરિવાર દ્વારા હર્ષઉલ્લાસથી ઊજવણી કરવા આવી હતી...
                                                             તસવીર/  અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર

Tuesday, 17 November 2020

વાંકાનેર BAPS સ્વામિનારાયણ મંદિરે ભગવાન શ્રી સ્વામિનારાયણને દિવ્ય સાથે ભવ્ય શણગાર...




નવદીપ ભટ્ટી વાંકાનેર દ્વારા.....

દીપોત્સવ તહેવાર એટલે દિવાપલી અને નૂતન વર્ષ નિમિતે વાંકાનેર ખાતે રાજકોટ રોડ પર આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવારશ્રી સ્વામિનારાયણને ભવ્ય દિવ્ય વાઘા થી શણગાર સજાવી ઉમંગ,ઉલ્લાસ અને ઉર્જાવાન થી દીપોત્સવ ઉજવામાં આવ્યો હતો અને આ તકે મંદિર ને ઝળહળતી કલરફૂલ લાઈટિંગ થી સુશોભિત કરી દિવ્યતાની અનુભૂતિ કરાવી છે...આ અવસર ઉપર ગત રવિવારના રોજ ભગવાનશ્રી ને વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ તકે દૂધ અને શુદ્ધ માવાની વાનગીઓ એકત્ર કરવા થી લઇ અન્નકૂટ દર્શન સુધી સર્વે હરિભક્તો અને સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી...
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર...


Sunday, 15 November 2020

શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા ખાતે ચોપડા પૂજન સંપન્ન








 

 આધુનિક સમયમાં પેપરલેશ અને  ડિજિટલ આર્થિક વ્યવહાર થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર ખાતે શ્રી વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા જે 168 વર્ષથી ગૌ સેવા અને જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થામાં વર્ષો થી આપની સંસ્કૃતિ વૈદિક પરંપરા મુજબ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળીના શુભ દિવસે સંસ્થાના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા તથા તેમના પૌત્ર પલ્લવ મહેતા અને તેમની પૌત્રી પરી મહેતાના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે સંસ્થામાં ટ્રસ્ટીશ્રી ઓ અને કારોબારી સદસ્ય અને કર્મચારીગણ હાજર રહ્યો હતો....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર.

Saturday, 14 November 2020

                                                 HAPPY DIWALI 2020

                                     BAPS AKSHAR MANDIR -GONDAL
                                  SHRI HARI MANDIR -PORBANDAR

                           CREATION BY; NAVDEEP BHATTI WANKANER

                                              7984295743 /873298 4643