Saturday, 12 December 2020

વિદ્યાભરતી વાંકાનેરનાં પૂર્વપ્રધાનાચર્યના સ્વ.હેમાબહેન પંચોલીને પુષ્પાંજલિ અર્પણ સાથે શોકસભા યોજાઇ...


 


૩૧ વર્ષથી શિક્ષણ સાધના કરતા શ્રીમતી હેમાબહેન પંચોલીનો અકાળે દેહવિલય થતાં વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં યોજાએલ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત વિદ્યાભારતી ના પૂર્વ સંગઠન મંત્રીશ્રી હરીશભાઇ રાવલ, સુરતથી RSS ના પશ્ચિમ ભારતના સંઘ સંચાલક ડોક્ટર જયંતીભાઈ ભાડેશીયા એ મોરબી થી હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.  
    ડોક્ટર ભાડેશીયા એ જણાવ્યું કે શિક્ષણમાં ભારતીયતા લાવવાના મિશનરી કાર્યકર્તાઓ પૈકીના શ્રી હેમાબહેન પંચોલીએ સાંસારિક જવાબદારીઓ વહન કરતાં ગુજરાત સ્તરે કરેલ પ્રદાન તથા વાંકાનેરના વિદ્યાભારતી પરિસરમાં એમનો અમર આત્મા જે વિચારોથી પ્રેરિત હતો તે આગળ ધપાવીએ. 
   પૂર્વ સંગઠન મંત્રી શ્રી હરીશભાઈ રાવલ જણાવ્યું કે શ્રીમતી હેમાબહેન ગુજરાત પ્રદેશ, વિભાગ, સંકુલ તથા વાંકાનેરમાં વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું આરોપણ તથા સંસ્કારોનું સિંચન કર્યું છે જે સમાજને મોટી ભેટ છે. 
     પૂર્વ સાંસદ વિદ્યાભારતી સંકુલના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતાએ જણાવ્યું કે આચાર્યોના ઘડતરમાં વિશેષ ધ્યાન આપનાર હેમા બહેને આચાર્ય શરીરમાં શક્તિ, હૃદયમાં ભક્તિ, વૃતિમાં વિજય, અને સ્વભાવમાં સેવાના ભેખધારી બને તેમ વિદ્યાર્થી ભારતીય મુડીયા અને ભારતીય ગૌરવ માટે અભ્યાસક્રમ સિવાય ભારતીય જ્ઞાન વારસો સમજી કર્તવ્યો નીભાવે તેના અનેક આયામો યોજ્યા. કોઈ પણ મુશ્કેલીમાં પીછેહઠ ન કરતા, શારીરિક-માનસિક થકાવટમાં, મનને મજબૂત કરી ઇતિહાસ બોધ અને પૂર્વજોના ચિંતન, મનન, મંથન થી નિષ્પન્ન થતાં જીવન વ્યવહારને વિદ્યાર્થીમાં આરોપિત કરવા ભેખ ધરી હેમાબહેન પંચોલીએ સમર્પિત ભાવે સેવાઓ આપી. 
ટ્રસ્ટીઓ પ્રા ઇશ્વરભાઇ પંડ્યાએ વ્યવહાર સાથે વિચારને જોરનારા, શ્રી અમરસિંહ મઢવી એ વિદ્યાભારતી સિવાયના હિન્દુત્વના અનેક પ્રકલ્પો માં સક્રિય રહેનારા, શ્રીમતી મમતાબેન પંડ્યાએ આશિષ દેનારી માતા, પડધરીના શ્રી પ્રદ્યુમનભાઈ સાતા એ તેમનો પુનર્જન્મ થાય અને વિદ્યાભારતી કાર્યને આગળ ધપાવે તેવી અપેક્ષા રાખી, તો શ્રી જયંતીભાઈ પડસુંબીયા એ વાંકાનેરના વિદ્યાલયો સાથે ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી ની સક્રિય કામગીરી યાદ કરી હતી.
   શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં માસ્ક તથા સોશિયલ ડિસ્ટસિંગ ના પાલન સાથે વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલના 80 જેટલા આચાર્ય, 22 વહીવટી સેવાકીય -કર્મચારીઓ 9 ટ્રસ્ટીઓ તથા કેટલાક પૂર્વ છાત્રો..

અહેવાલ=નવદીપ ભટ્ટી વાંકાનેર....


 

Wednesday, 9 December 2020

વાંકાનેર વિદ્યાભારતી પરિવાર દ્વારા પૂર્વ પ્રધાનાચાર્ય સ્વ.હેમાબેન પંચોલી ને ભાવભરી શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા...

=:: પ્રાર્થના સભા ::=

શ્રીવી.એ.મહેતા વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ સ્થિત પ્રાથમિક વિદ્યાલયના પૂર્વ પ્રધાન આચાર્ય તેમજ યુવા સંગઠનાના ટ્રસ્ટીશ્રી તથા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ ના કાર્યોમાં અનેકવિધ જવાબદારી નિભાવી ચૂકેલ એવા વિદ્યાભારતીના પ્રખર કાર્યકર્તા શ્રી હેમાબેન પંચોલીના દિનાંક :૮/૧૨/૨૦૨૦ના રોજ ના અવસાનના સમાચારથી વિદ્યાભારતી પરિવાર, પૂર્વ છાત્રો,આચાર્ય ગણ તેમજ ટ્રસ્ટી ગણમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ.

    સ્વ. હેમાબેન પંચોલી વાંકાનેરના વિદ્યાભારતી  વિદ્યાલયોના પ્રારંભિક તબક્કાના એટલે કે પાયાના પથ્થર સમા કાર્યકર્તા હતા. ઇસ ૧૯૮૩માં શિક્ષક (આચાર્ય) તરીકે જોડાયા બાદ તેમની વિદ્યાભારતીના કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા તથા શિક્ષણમાં ઊંડી રુચીને કારણે આજે આ વિદ્યાલયો વટવૃક્ષ બન્યા છે.
      ૩૫ વર્ષ જેટલા તેમના આચાર્ય અને પ્રધાનાચાર્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલાય આચાર્યો તેમજ વિદ્યાર્થીઓનું તેમના સ્નેહાળ વ્યક્તિત્વથી ઘડતર કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.

    પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

પ્રાર્થના સભા....

તારીખ: ૧૧/૧૨/૨૦૨૦,શુક્રવાર.

સમય સાંજે  ૫-૦૦ કલાકે.

સ્થળ: ‍‍ઓડીટોરિયમ,શ્રી કે.કે શાહ વિદ્યાલય
          વાંકાનેર.

નવદીપ ભટ્ટી વાંકાનેર.....

Tuesday, 8 December 2020

વાંકાનેર વિદ્યાભારતીના પૂર્વ પ્રધાનાચાર્ય હેમાબેન પંચોલી નું દુઃખદ અવસાન

 અવસાન નોંધ

હળવદ નિવાસી હાલ વાંકાનેર સ્વ.હેમાબેન ભાનુપ્રસાદ રાવલ ઉ. વ. 71(હેમાબેન પંચોલી પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાભારતી વાંકાનેર) તે સ્વ.ભાનુપ્રસાદ દલપતરામ રાવલ ના પત્ની તેમજ ઉદયભાઈ રાવલ અને દેવેન્દ્રભાઈ રાવલ (વી.વી.પી. એન્જીનીયરિંગ કોલેજ રાજકોટ)ના માતૃશ્રી દક્ષાબેન ઉદયભાઈ રાવલ અને શીતલબેન પ્રવિણચંદ્ર ધામેચા (શિક્ષક રજવડલા)ના સાસુ તેમજ ધ્વનિ રાવલ, ઋષિ રાવલ અને ભીષ્મ રાવલના દાદી નું આજ રોજ તા.08/12/2020 ના દુઃખદ અવસાન થયેલ છે...

 ૐ શાંતિ....શાંતિ....

Sunday, 6 December 2020

વાંકાનેર બંધુસમાજ ખાતે "રક્તદાન" શિબિરનું સફળ આયોજન સમ્પન્ન...







તા.૬/૧૨/૨૦૨૦ રવિવાર ના રોજ વાંકાનેર ખાતે બંઘુસમાજ હિત વર્ધક દવાશાલમાં સેવાભાવી યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો અને અમિત ટ્રેડર્સ અને ખીચડી ગ્રુપ - વાંકાનેર દ્વારા મહાદાન રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
   હાલ કોરોના વૈશ્વીક મહામારીના કપરા સમયમાં અચાનક ઊભી થયેલી રક્ત ની જરૂરિયાત ને પોહચી વળવા વાંકાનેરના બંઘુસમાજ દવાશાળા ખાતે રક્તદાન શિબિરનું સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સાથે લાઇફ બ્લડ બેંક- રાજકોટને તેના આ મહા સેવાકાર્યની ૪૦મી વર્ષગાંઠની ઉજવણી ના ભાગરૂપે આ શિબિરનું આયોજન ગોઠવ્યું હતું...
     આ રક્તદાન શિબિરને સફળ બનાવવા લાઇફ બ્લડ બેંક રાજકોટના  સાથ સહકાર અને અમિત ટ્રેડર્સ અને ખીચડી ગ્રુપ - વાંકાનેર   તથા વાંકાનેર શહેર /ગ્રામ્ય વિસ્તારના નામી અનામી દાતાના સાથ સહકાર થી યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં અંદાજે ૧૦૪ જેટલી રક્તદાન બોટલ ભેગી કરી હતી...
     આ તમામ રક્તદાતાઓ ને લાઇફ બ્લડ બેંક અને આયોજકો દ્વારા સપ્રેમ ભેટ અને એક પ્રમાણપત્ર આપી યાદગાર બનાવ્યું હતું.

અહેવાલ /તસવીર:: નવદીપ ભટ્ટી વાંકાનેર



Saturday, 5 December 2020

ગુજરાત ગૌરવ દિન નિમિતે નર્મદા જિલ્લા માં ચિત્ર સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી પ્રમાણ પત્ર અને રોકડ પુસ્કાર પ્રાપ્ત કરતો ચી.વેદાંત હિમાંશુભાઈ રાઠોડ (પોરબંદર)






 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,રાજપીપલા - જી. નર્મદા આયોજિત ગુજરાત ગૌરવ દિન ઉજવણી 2020 ના ભાગરૂપે ચિત્ર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃત્ય સ્થાન પ્રાપ્ત  કરી  પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરતો મૂળ.પોરબંદરનો ચી.વેદાંત હિમાંશુ રાઠોડ...
સેન્ટ. સ્ટીપન અંગ્રેજી મીડીયમ સ્કુલ,રાજપીપલા તા.નાંદોદ, જી.નર્મદાએ ગુજરાત ગૌરવ દિન ઉજવણી નિમિતે આયોજિત પ્રાથમિક વિભાગની જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે તે બદલ એક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પ્રમાણપત્ર અને રૂ.5000/- નું રોકડ પુરસ્કાર મેળવેલ છે... તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માં ઉત્કૃષ્ટ કામગીરી કરી ગૌરવ પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા...
 વેદાંત રાઠોડ. :+91 63522 41447
જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમે વેદાંત રાઠોડ દ્વારા દોરેલું ચિત્ર....

  

અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર

Friday, 4 December 2020

વાંકાનેર પાંજરાપોળમાં સૂકા ઘાસ ગોદામમાં ઇલેક્ટ્રીક શોટ સર્કીટ થી આગ લાગતાં સૂકા ઘાસ ચારા નો મોટો જથ્થો ભસ્મીભૂત.....







આજ રોજ વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા દીવાનપરા ખાતે સૂકા ઘાસચારા ગોદામમાં અચાનક ઇલેક્ટ્રીક શોટ સર્કીટ ના કારણે આગ લાગેલ..

અચાનક આગ લાગવાથી થોડા સમય માં મોટું  સ્વરૂપ ધારણ કરેલ ત્યારે સ્થાનિક કર્મચારીઓ અને સેવાભાવ નાગરિકો દ્વારા પ્રાથમિક તબક્કે આગ ઓલવવા કામગીરી શરૂ કરી દીધેલ અને ત્યાર બાદ નગરપાલિકા જાણ કરતા ની સાથે તાત્કાલિક ફાયર ફાઈટર  ઘટના સ્થળે આવી ને આગ પર કાબૂ મેળવી લીધેલ.

 આ આગજની ઘટનાથી સંસ્થાને અંદાજે રૂ.50,000/-નું ઘાસ બળી જતા  નુકશાન થયેલ છે. સદનસીબે  કોઈ પશુધન ને કંઈ નુકશાન થયેલ નથી...

તમામ તસવીર અને અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર...

 


Thursday, 3 December 2020

વાંકાનેર: સ્વ. દિલીપભાઈ માનસિંગભાઈ હેરમાં (દિલીપ સન્સ વાળા) નું દુઃખદ અવસાન


અવસાન નોંધ..


સ્વ.દિલીપસિંહ માનસિંગભાઈ હેરમાં(દિલીપ સન્સ વાળા)ઉ. વ. ૭૩. તેઓ હિતેશભાઈ(મુન્નાભાઈ) વાંકાનેર કાપડ અને રેડીમેઇડ એસોસિએશન ના પ્રમુખ ના પિતાશ્રી અને ભવ્યાંક અને ઋતુરાજ (રામદેવ મોબાઈલ) વાળા ના દાદા નું તા.૨/૧૨/૨૦૨૦ બુધવારના રોજ રાજકોટ ખાતે  રામ ચરણ પામ્યા છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્મા ને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના.....
     દિલીપભાઈ વાંકાનેરની અનેક નામી અનામી સામાજિક, ધાર્મિક અને  સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા હતા.તેઓનો નિત્યક્રમ મુજબ સાંજે શ્રી ગાયત્રી શક્તિ પીઠ ખાતે સાંધ્ય આરતીમાં અચૂક હાજરી આપતા... દિલીપભાઈ ની અચાનક ચિર વિદાય થી શ્રી ગાયત્રી શક્તિ પીઠ અને ગાયત્રી પરિવાર વાંકાનેરએ એક ઘેઘૂર વડલા સમાન એક વડીલ ગુમવ્યા છે તેમની ખોટ સદાય ગાયત્રી પરિવાર રેહશે...
અને આ ઉપરાંત બ્રહ્માકુમારી ઓમ શાંતિ  સાથે પણ  સંકળાયેલા હતા....તેમનો હસમુખો સ્વભાવ અને આનંદિત ચહેરો એક નવી ઊર્જા અપાવતો હતો...
     વાંકાનેર મેઈન બજાર માં દિલીપ સન્સ અને રામદેવ મોબાઈલ નામની પેઢીથી તેઓ બહોળો મિત્ર વર્ગ ધરાવતા હતા....તેમના અવસાનથી વાંકાનેર વેપારીઓએ અને સામાજિક, રાજકીય,ધાર્મિક સંસ્થાઓએ ટેલીફોનીક અને  સોશીયલ મીડીયા દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી....

અહેવાલ....નવદીપ ભટ્ટી વાંકાનેર...