વાંકાનેર ખાતે તા.૬-૧૦-૨૧નાં બુધવારના રોજ મેઈન બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજિત અમદાવાદ નિવાસી શ્રી નારાયણ દેવ તથા મૂળી નિવાસી શ્રી રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપા તથા પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ શ્રી તથા પ.પૂ.લાલજી મહારાજશ્રી ની અનુકંપાથી તથા શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસજી ની પ્રેરણાથી અને સાથે "શ્રી નરનારાયણ દ્વિશતાબ્દી પર્વ વર્ષ" (૨૦૦ વર્ષ)ઉજવણી નાં ભાગ રૂપે અને સાથે કોરોના મહામારી માં સદગતિ પામેલ સર્વ જીવાત્માનાં આત્મકલ્યાણ અર્થે ધૂન કીર્તન અને સત્સંગ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યા હતું.
આ સત્સંગ અને સભા પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને સુર તાલ સાથે ધુન- કીર્તન ની રમઝટ બોલાવી હતી.
આ સાથે સ્વામીશ્રી ની દિવ્ય વાણી થી સત્સંગ સભા માં કોરોના મહામારી માં સદગત સર્વ જીવાત્માને મોક્ષાર્થે આત્મા ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા નાં આવી હતી..
No comments:
Post a Comment