Sunday, 29 August 2021
વાંકાનેર ના નામદાર મહારાણા રાજસાહેબ શ્રીકેશરીદેવસિંહજી ના વરદ હસ્તે પરંપરાગત મુજબ કૃષ્ણ મૂર્તિ ની પૂજન કરાયું...
Saturday, 7 August 2021
વાંકાનેર શહેર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...
આજ રોજ તારીખ 07/08/2021 ને શનીવાર ના રોજ *5 વર્ષ આપણી સરકાર ના* જે અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વાંકાનેર શહેર ખાતે ગરીબ લોકો ને ઘર નું ઘર મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો...
આ તકે કાર્યક્રમ મા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી હીરાભાઈ ટમારીયા, વાંકાનેર સ્ટેટ તથા ભાજપ અગ્રણી શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર શહેર મહામંત્રી કે.ડી.ઝાલા તથા દિપકભાઇ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ ગાડુંભાઈ ધરજિયા , જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, વાંકાનેર નગરપાલિકા સદસ્ય જયશ્રીબેન સુરેલા તથા રીટાબા રાઠોડ, પોલિસ સલાહકાર સમિતિ ના સભ્ય અમરસિંહભાઈ મઢવી વગેરે મહાનુભાવ હાજર રહ્યા હતા...
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવ ના હસ્તે દિપપ્રાગ્ટ્ય થી કરવામાં આવી..ત્યારબાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તમામ મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું..ત્યારબાદ બાદ સર્વે એ ઓનલાઇન કાર્યક્રમ નિહાળેલ..ત્યારબાદ મહાનુભાવો અને હાજર હોદ્દેદારો ના હસ્તે 192 લાભાર્થી ને આવાસ ના સોપણી પત્ર સોપવામાં આવ્યા તથા આવાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
આ તકે વાંકાનેર શહેર સંગઠન હોદેદારો મા ઉપપ્રમુખ હિરેનભાઈ ખીરૈયા, અમીતભાઈ શાહ, જાડા સંજયભાઈ, રાતાડિયા અરજણભાઈ, બોસિયા શારદાબેન, મંત્રી પાટડિયા અમીતભાઈ, નરેન્દ્રભાઈ પાટડિયા,પરમાર નયનાબેન,વીંજવાડીયા શાંતાબેન, રમીલાબેન બારોટ, કોષાધ્યક્ષ રિદ્ધિશભાઇ લહેરૂ ,કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા વગેરે હાજર રહ્યા હતા..
આ સિવાય ગજેન્દ્રસિંહ રાઠોડ(પૂર્વમહામંત્રી), મહેન્દ્રસિંહ ઝાલા(પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ) ભરતભાઇ ઠાકરાણી(પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ) ટપુભા જેઠવા મેહુલભાઈ ઠાકરાણી,મનુભાઈ સારેસા, હિમાંશુભાઈ ગેડિયા,મુકેશભાઈ સોલંકી રાજભા ઝાલા વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા..
Tuesday, 3 August 2021
વાંકાનેર કે.કે. શાહ હાઇસ્કુલ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો
સર્વને અન્ન, સર્વને પોષણ
“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના“
5 વર્ષ આપણી સરકારના સૌના સાથ, સૌના વિકાસના..
આજ રોજ તારીખ 03/08/2021 ને મંગળવાર ના રોજ *પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના* અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ અને લાભાર્થી સાથે સીધો સંવાદ કાર્યક્રમ કે.કે.શાહ હાઈસ્કૂલ વાંકાનેર ખાતે યોજાયો...
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દીપપ્રાગટય થી કરવામાં આવી ત્યારબાદ મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું..ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ઓનલાઇન સવાંદ સાંભડેલ..ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવ ના હસ્તે કીટ વિતરણ કાર્યક્રમ કરેલ...
આ કાર્યક્રમ મા વાંકાનેર નગરપાલિકા સદસ્ય રીટાબા રાઠોડ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી , શહેર મહામંત્રી કે.ડી.ઝાલા તથા દિપકભાઇ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ અમીતભાઈ શાહ, હિરેનભાઈ ખિરૈયા, સંજયભાઈ જાડા , શારદાબેન બોસિયા , શહેર ભાજપ મંત્રી નયનાબેન પરમાર , અમીતભાઈ પાટડિયા, રમીલાબેન બારોટ કોષાધ્યક્ષ લહેરૂ રિધીશભાઈ , કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા હાજર રહ્યા હતા...
આ તકે અમરસિંહભાઈ મઢવી, ગજેન્દ્રસિંહ રાઠોડ, વિપુલભાઇ ભાનુશાળી , મેહુલ ઠાકરાણી ,રાજભા ઝાલા, મુકેશભાઈ ગેડિયા , રઘુરાજસિંહ સરવૈયા, અરુણભાઈ મહાલિયા, નિલેશ મોરાર, વિક્રમભાઈ ચાવડા, પિન્ટુભાઈ સોલંકી, જાનકીદાસ, પિન્ટુભાઈ નિમાવત, દિપકભાઇ બોસિયા વગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા....
Monday, 2 August 2021
વાંકાનેર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો..
આજ રોજ તારીખ 02/08/2021 ને સોમવાર ના રોજ વાંકાનેર શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયેલ..
આ કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શ્રી ભવાનભાઈ ભાગીયા- ચેરમેન શ્રી એ.પી.એમ.સી. મોરબી શ્રીમતી રીટાબા રાઠોડ- સદસ્ય શ્રી નગરપાલિકા વાંકાનેર શ્રીમતી જયશ્રીબેન સુરેલા- સદસ્ય શ્રી નગરપાલિકા વાંકાનેર હાજર રહ્યા હતા...
આ તકે અતિથિ વિશેષ મા વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા હાજર રહ્યા હતા. તથા વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી હાજર રહ્યા હતા...
કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દિપપ્રાગ્ટ્ય થી કરવામાં આવી..ત્યારબાદ અધિકારી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.. ત્યાર બાદ મહાનુભાવો ના હસ્તે કોરોના મહામારી મા માતાપિતા ની છત્રછાયા ગુમાવનાર નિરાધાર સંતાનો ને સહાય નું સર્ટિફિકેટ અને કીટ વિતરણ કરવામાં આવેલ. ઉપરાંત સરકાર ની અલગ અલગ 57 યોજનાઓ જેવી કે આવક ના દાખલા, જાતિ ના દાખલ, વૃધ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય ,આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરે વિવિધ યોજના ઓ લાભ દરેક લાભાર્થી ને સ્થળ પર જ મળે એવી વ્યવસ્થા વિવિધ અધિકારી દ્વારા કરવામાં આવી હતી...
આ તકે વાંકાનેર શહેર ભાજપ માંથી સોપાયેલ જવાબદારી ના અમરશીભાઈ મઠવી , ગજેન્દ્રસિંહ રાઠોડ, ભરતભાઈ ઠાકરાણી હાજર રહ્યા હતા..
આ સિવાય વજુભા ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, કે.ડી.ઝાલા, દિપકભાઇ પટેલ , હિરેનભાઈ ખીરૈયા, મૂળજીભાઈ ગેડિયા, મનુભાઇ સારેશા, ભગીરથસિંહ ઝાલા, પિન્ટુભાઈ નિમાવત, વિપુલભાઇ ભાનુશાળી, મેહુલ ઠાકરાણી, રઘુરાજસિંહ સરવૈયા, રાજભા વકીલ, અરુણભાઈ, તથા સર્વે કાર્યકર્તા હાજર રહ્યા હતા.