વાંકાનેર તા.1/8/22...નવરંગ નેચર ક્લબ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે કેસર કલમી આંબા, નાળિયેર તથા આયુર્વેદિક રોપાઓનું રાહત દરે વિતરણ તેમજ 400 જેટલાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કપડાંની થેલીઓ, અગરબત્તી, મધ, હાથ બનાવટી વસ્તુઓ,ફુલ છોડ માટેનાં કુંડા, ચકલીના માળા, સ્વદેશી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ બધીજ વસ્તુઓ મેળવવા ભારે ભીડ રહી હતી.
આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી કાનાણી સાહેબ, પટેલભાઈ, અશ્વિનભાઈ રાવલ, વી. ડી. બાલાસાહેબ, પ્રજ્ઞેશભાઈ પટેલ વગેરેની વિશેષ ઉપસ્થિતમાં 450 જેટલા ફુલછોડ, 200 જેટલા કેંસર કલમી આંબા, આર્યુવેદિક રોપા 225 જેટલા અને અન્ય 600 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂપતભાઈ છૈયા, રામદેભાઈ આહિર, જીતુભાઈ, વિપુલભાઈ, રવિભાઈ, પીયુષભાઈ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ..નવદીપ ભટ્ટી...વાંકાનેર 7984295743
No comments:
Post a Comment