વાંકાનેર તા.10/7
વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે મહાકાળી માં ની ટેકરી ઉપર નવરંગ નેચર ક્લબ-રાજકોટ અને વાંકાનેર કુદરતી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા બીજ નું વાવેતર કરાયું.
નવરંગ નેચર ક્લબ રાજકોટ અને વાંકાનેરના ગાયત્રી શક્તિ પીઠના સાથ સહકાર થી મહાકાળી માં ની ટેકરી ઉપર ગોરડ, ગોરસ આંબલી અને ખાખરા ના બીજ નું વાવેતર કરવામાં આવ્યું. બે ફૂટ ની ઊંડો ખાડો કરી બીજ રોપીને સાથે થોડું છાણિયું ખાતર નાખી ઉપર થોડા કાંટા મૂકવાનું કામ કર્યું. જેનું આયોજન નવરંગ નેચર ક્લબ - રાજકોટ દ્વારા કરવામાં આવેલ...
આ તકે ગાયત્રી પરિવાર ના અશ્વિનભાઈ રાવલ, નવરંગ નેચર ક્લબના વી.ડી.બાલાસાહેબ,ધ્રુવગીરી સાહેબ, રામદેભાઈ ભાટિયા,જીતુભાઈ પાંચોટિયા, રાહુલ જોબનપુત્રા,ભુપતભાઈ છૈયા,રવિભાઈ લખતારિયા, જીતુભાઈ ગૌસ્વામી,નરેશભાઈ નકુમ, તથા 20 થી વધુ પર્યાવરણ પ્રેમી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને દરેક સભ્યો દ્વારા બીજ નું વાવેતર કરવામાં આવ્યું....
અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર
No comments:
Post a Comment