Saturday, 9 July 2022

વાંકાનેરના રઘુનાથજી મંદિરે ૮૦ વર્ષ બાદ અને રાજપરિવાર ની ચોથી પેઢી નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ના વરદહસ્તે નવનિર્મિત ધજા દંડ પર ધજા ફરકાવામાં આવી..

 વાંકાનેર તા.8/7/2022.

વાંકાનેર શહેર મધ્યે આવેલ પૌરાણિક  શ્રી લાલજી મહારાજનું ગુરુસ્થાન એવું શ્રી રઘુનાથજી મંદિર ખાતે નૂતન નવનિર્મિત ધ્વજા દંડ નું આરોહણ આજરોજ ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય મંત્રોચ્ચાર સાથે વાંકાનેરના રાજ પરિવારના મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજીના વરદ હસ્તે નૂતન ધજાજી ફરકાવી ધન્યતા અનુભવી હતી.

શ્રી રઘુનાથજી મંદિર અને વાંકાનેર રાજપરિવાર...

વાંકાનેર શહેરમાં આવેલું પૌરાણિક મંદિર શ્રી રઘુનાથજી મંદિરનું નિર્માણ સવંત ૧૯૯૭ મહા સુદ ૧૧ રવિવાર તા.૯/૨/૧૯૪૧ ના રોજ મહારાજ શ્રી પ્રભુદાસજી મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. આ મંદિર ની ભવ્ય વારસો અને સોનેરી ઇતિહાસ જોવીએ તો મહારાજશ્રી ને શ્રી રઘુનાથજી મહારાજનું ભવ્યશિખરબંધ મંદિર બનાવવાની ભાવના હતી. આ મહેચ્છા સમય મળતાં તત્કાલ સમયના વાંકાનેરના પ્રજાવત્સલ રાજવી નામદાર મહારાણા રાજસાહેબ શ્રી અમરસિંહજીબાપુની સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે આ વાત બાપુસાહેબને ગમી જતાં તેઓએ તાત્કાલિક કારીગરો બોલાવી જગ્યાનું માપ કરાવી અને તાત્કાલિક મંદિરનો નકશો તૈયાર કરવામાં આવ્યો અને મંદિરના બાંધકામનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર શ્રી ગીરધરલાલ ગોરધનભાઈ અપવામાં હતો. વાંકાનેરનો રણજીત વિલાસ રાજપેલેસ જે પત્થરો દ્વારા બનાવામાં આવ્યો તે જ પત્થર આ મંદિરમાં વાપરી ને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે સમયે અંદાજે રૂ.૫૦,૦૦૦/- ના ખર્ચે અને આશરે ત્રણ વર્ષના સમયગાળામાં આ બે શિખરબદ્ધ વાળું મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું.આ મંદિરનું સંપૂર્ણ બાંધકામ ખુદ મહારાણા રાજસાહેબ શ્રી અમરસિંહજીબાપુની અંગત દેખરેખ નીચે તૈયાર કરવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા તા.૯/૨/૧૯૪૧ ના રોજ મહારાજ શ્રી પ્રભુદાસજી મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવી હતી અને બંને શિખરના ધ્વજ દંડ સ્થાપન અને ધજાજી નું પૂજન મહારાણા રાજ સાહેબ શ્રી અમરસિંહજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું...

અંદાજે ૮૦ વર્ષ પહેલા જે ધ્વજ દંડનું સ્થાપન અને ધજાજીનું પૂજન મહારાણા રાજસાહેબ શ્રી અમરસિંહજી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેનું રાજપરિવાર ની ચોથી પેઢીએ મહારાણા રાજસાહેબ શ્રીકેશરીદેવસિંહજીના

રકમલો દ્વારા અષાઢ સુદ નોમ તા.૮/૭/૨૦૨૨ શુક્રવારના રોજ શ્રી રઘુનાથજી મંદિર ખાતે હાલના મહંતશ્રી ૧૦૦૮ બિરામદાસજીમહારાજની પ્રેરણાથી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી જનરાયજીના શિખર પરના નવનિર્મિત ધ્વજા દંડ અને નૂતન ધજાજીનું પૂજન તથા અર્ચન વાંકાનેરના રાજ પરિવારના મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજીના વરદ હસ્તે નૂતન ધજાજી ફરકાવી હતી.





૮ દાયકા બાદ શ્રી રઘુનાથજી મંદિરના શિખરના જૂના ધ્વજા દંડ ની વિધિવત વિસર્જન કરી અને હોમાત્મક યજ્ઞ અને શાસ્ત્રોક્ત વિધિવત નવનિર્મિત ધ્વજા દંડ અને નૂતન ધજાજીનું પૂજન રાજપરિવારની ચોથી પેઢીએ મહારાણા કેશરીદેવસિંહજી દ્વારા ખુબજ ધાર્મિકતા વિધિ વિધાન સાથે સંપન્ન કરવામાં આવી હતી. 

  આ પ્રસંગે મહામંડલેશ્વર મહંતશ્રી દુર્ગાદાસબાપુ ભગતનુ ગામ સાયલા, મહામંડલેશ્વર મહંતશ્રી જાનકી દાસજી ભાણસાહેબ ની જગ્યા કમીજલા, કનકેશ્વરી માતાજી ખોખરા હનુમાનજી, મહંતશ્રી દામજી ભગત બગથળા, મહંતશ્રી નારાયણદાસ બાપુ ગેડીયા ઠાકર મંદિર, મહંતશ્રી વાલબાઈ આશ્રમ વવાણીયા,ભાવેશ્વરી માતાજી મોરબી,મગ્નીરામ આપા ઝાલા ની જગ્યા મેસરીયા, મહંતશ્રી હનુમાનગઢી વીરમગામ, મહંતશ્રી સરજુદાસજી ,કથાકાર ભરતદાસ , મહંતશ્રી લખમણભગત છતર હનુમાનજી મંદિર તેમજ નામી અનામી વિશાળ સંખ્યામાં શિષ્ય સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ..નવદીપ ભટ્ટી વાંકાનેર...


No comments:

Post a Comment