Monday, 13 December 2021

શ્રી કાશી વિશ્વનાથ ધામ લોકાર્પણ કાર્યક્રમ ઐતિહસિક સમય નાં સાક્ષી બનતા વાંકાનેરના યુવા યશસ્વી નામદાર મહારાણા રાજસાહેબ કેશરીદેવસિહજી ઝાલા

 દિવ્ય કશી..ભવ્ય કશી...

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાસ આમંત્રણ મોકલતા તે કાર્યક્રમ માં વિશેષ હાજરી આપતા વાંકાનેર સ્ટેટ નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી.

કાશી વિશ્વનાથ ધામ નો ભવ્ય ઇતિહાસ જોવીએ તો અંદાજે 1470માં નિર્માણ થયું હતું. 14 મી સદી થી 16 મી સદી દરમ્યાન મુઘલ શાસકો દ્વારા મંદિર પર અનેક આક્રમણો કરી તે જગ્યા એ મસ્જિદ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 

1777 થી 1780 માં રાણી અહિલ્યબાઈ એ કાશી વિશ્વનાથ મંદિર ની પુંનઃ નિર્માણ કરી જીણોદ્ધાર બંધાવ્યો હતો. અને 18 મી સદીમાં મહારાજા રણજીતસિંહે કાશી વિશ્વનાથ મંદિરનું સુવર્ણ થી ગુંબજ બનાવવામાં આવ્યું હતું.. 

     ત્યાર બાદ અનેક વર્ષો પછી ભારત નાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કશી વિશ્વનાથ ધામ નો થયો વિકાસ. વર્ષ 2019 માં મોદીજી હસ્તે ભવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો અને ત્યાર બાદ આશરે 900 કરોડ નાં ખર્ચે  દિવ્ય કશી ભવ્ય કશી નું નિર્માણ થયું... 

     આજ ના શુભ દિવસે તા.13/12/21 સોમવાર નાં રોજ ભારત નાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નાં વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું ત્યારે હાલ ઉત્તરપ્રદેશ સ્થિત કાશી વિશ્વનાથ ધામ ખાતે દિવાળી જેવો માહોલ છે અંદાજે  8 લાખ ઘરે કશી વિશ્વનાથજી નો પ્રસાદ પોહચાડવા માં આવશે. અંદાજે 25 લાખ લાડુ બનાવવામાં આવશે અને 15 જગ્યા એ પ્રસાદ ની પ્રસાદ નિર્માણ કાર્ય ચાલુ છે...






આ શ્રી કાશી વિશ્વનાથ ધામ કોરિડોર ભવ્ય લોકાર્પણ માટે સમગ્ર ગુજરાત માંથી માત્ર ને માત્ર ખાસ આમંત્રણ પત્રિકા સ્વયમ વડાપ્રધાન તરફ મોકલેલ છે તેમાં આમંત્રણ વાંકાનેરના નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા- વાંકાનેર ને આ લોકાર્પણ માં ઉપસ્થિતિ માટે મળી છે ત્યારે સમગ્ર વાંકાનેર/ મોરબી માં ગૌરવ ની સાથે ધન્યતા ની લાગણી અનુભવીએ છીએ...

તમામ તસ્વીર વાંકાનેર નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા લેવા માં આવી છે.

No comments:

Post a Comment