Sunday, 24 October 2021

આ દીપાવલી મહોત્સવ ઉજવો પાટીદાર ફટાકડા મોલ સાથે.....

 આ  દીપાવલી મહોત્સવ ઉજવો પાટીદાર ફટાકડા મોલ સાથે..... 

નવું સરનામું

જેઠીબાઈની ભોજન શાળા, પટેલ ટ્રાન્સપોર્ટ સામે, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે પાટીદાર ફટાકડા મોલ નો આજ થી ભવ્ય શુભારંભ થયો છે 

વાંકાનેર માં છેલ્લા 5 વર્ષ ની ભવ્ય સફળતા અને વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ના સાથ અને સહકાર થી 6 વર્ષમાં મંગલ પ્રવેશ...


દિવાળી મહાપર્વ ની શરૂઆત થાય ત્યારે   વાંકાનેર માં કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ દ્વારા પાટીદાર ફટાકડા મોલનું ભવ્ય આયોજન.


વાંકાનેર પાટીદાર ફટાકડા મોલની ખાસ વિશેષતા એ છે કે દરેક વર્ગ ને પોસાય તેવા વ્યાજબી ભાવે વેચાણ કરે છે,


સાથે પાટીદાર ફટાકડા મોલ ની ખાસ અને પ્રશંસનીય વાત એ છે કે આ વેચાણનાં નફા ની રકમ અલગ અલગ સેવાકીય કાર્ય માં વપરાય છે.



આ પાટીદાર ફટાકડા મોલમાં 501 થી વધુ વેરાયટી એક જ જગ્યાએ મળે છે...દરેક કંપનીના વિવિધ રેન્જમાં અને અવનવી દરેક વેરાયટી તદન રાહત ભાવે મળી રહે છે.

નહિ નફો અને નહિ નુકશાન નાં હેતુથી વેચાણ કરવામાં આવે છે. દરેક પ્રોડક્ટ ઉપર ભાવ લખેલા હોઈ છે જેથી કોઈ ગ્રાહકને છેતરવવાનો ડર ના રહે અને દરેક ને કમ્પ્યુટરરાઈઝ બિલ આપવામાં આવે છે.તદન પારદર્શક વહીવટ થી વેચાણ કરતું વાંકાનેર નું એકમાત્ર સ્થળ એટલે પાટીદાર ફટાકડા મોલ


પાટીદાર ફટાકડા મોલ તા.25/10 થી તા.3/11 સુધી અને સમય સવારના 9 થી રાત્રિ નાં 12 સુધી રેહશે તો વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતા ને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે  અને પાટીદાર મોલમાંથી ફટાકડા ખરીદી કરી સેવા કાર્ય માં સહભાગી બનો. વધુ વિગત માટે પાટીદાર ફટાકડા મોલ - વાંકાનેર

94272 52226/97278 73143

પાટીદાર ફટાકડા મોલ

બ્રાન્ચ 1 : વાંકાનેર

જેઠીબાઈની ભોજન શાળા, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર

બ્રાન્ચ-2 : મોરબી

પ્રસંગ હોલ,જીઆઇડીસી, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, મોરબી


Thursday, 14 October 2021

વાંકાનેર રાજ પરિવાર દ્વારા પરંપરાગત "નવરાત્રી અષ્ટમી" નિમિતે માં શક્તિ નું પૂજન સાથે યજ્ઞ યોજાયો.

ભક્તિ સાથે શક્તિ ની ઉપાસના કરતો મહોત્સવ એટલે નવરાત્રી... નવરાત્રી ના આઠ માં દિવસે એટલે આઠમના દિવસે "નવરાત્રીઅષ્ટમી" ના પાવનપવૅ નીમીત્તે મહાશક્તિ ની આરાધના ના ભાગરૂપે ચાલી આવતી પરંપરા મુજબ વાંકાનેર રાજપરીવાર તરફ થી મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિહજી તથા મહારાણી સાહેબા શ્રીમતી યોગીની કુમારી ના યજમાન પદે જુના દરબારગઢ મા આવેલા શક્તિ માતાજી ના મંદિરે વાંકાનેર ના સંતો મહંતો ની ઉપસ્થિતિ મા યજ્ઞ નું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રાજપુત સમાજના મહિલાઓ અને  આગેવાનો તેમજ વિવિધ સમાજ ના  આગેવાનો તેમજ શહેર  તાલુકા ભા.જ.પ.ના હોદેદારો બહોળી સંખ્યામાં હાજર રહી માતાજી ના આશીર્વાદ લીધેલ હતા.






Thursday, 7 October 2021

વાંકાનેરના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી પર્વ અને કોરોનાકાળ માં સદગત જીવાત્માના મોક્ષ અર્થે ધૂન,કીર્તન અને સત્સંગ સભા યોજાઈ...

 


વાંકાનેર ખાતે તા.૬-૧૦-૨૧નાં બુધવારના રોજ મેઈન બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજિત અમદાવાદ નિવાસી શ્રી નારાયણ દેવ તથા મૂળી નિવાસી શ્રી રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજની અસીમ કૃપા તથા પ.પૂ.ધ.ધૂ આચાર્ય મહારાજ શ્રી તથા પ.પૂ.લાલજી મહારાજશ્રી ની અનુકંપાથી તથા શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસજી ની પ્રેરણાથી  અને સાથે "શ્રી નરનારાયણ દ્વિશતાબ્દી પર્વ વર્ષ" (૨૦૦ વર્ષ)ઉજવણી નાં ભાગ રૂપે અને સાથે કોરોના મહામારી માં સદગતિ પામેલ સર્વ જીવાત્માનાં આત્મકલ્યાણ અર્થે  ધૂન કીર્તન અને સત્સંગ સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યા હતું.





આ સત્સંગ અને સભા પ્રસંગે બહોળી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા અને સુર તાલ સાથે ધુન- કીર્તન ની રમઝટ બોલાવી હતી.
આ સાથે સ્વામીશ્રી ની દિવ્ય વાણી થી સત્સંગ સભા માં કોરોના મહામારી માં સદગત  સર્વ જીવાત્માને મોક્ષાર્થે આત્મા ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા નાં આવી હતી..

Wednesday, 6 October 2021

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને દાતાનું વિશિષ્ટ સન્માન

 વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને દાતાનું વિશિષ્ટ સન્માન

મિલકત પર માલિકી નો ભાવ નહીં પરંતુ સેવા નો ભાવ તમામ મારી સંપત્તિ એ સમાજની સંપત્તિના ભાવથી કેલેરીસ કંપની દ્વારા આજરોજ વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે એક એમ્બ્યુલન્સનું વાંકાનેર સરકારી હોસ્પિટલને અર્પણ કરીને સર્વ શ્રેષ્ઠ દાન નું ઉદાહરણ પૂરું પાડે છે 






દરિદ્ર નારાયણની સેવા એટલે પ્રભુસેવા જે સેવાને બિરદાવવા માટે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહથી સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર શ્રી રણજીત રાય સાહેબ અને આસિસ્ટન્ટ મેનેજર શ્રી મોહિતભાઈ ફીચડીયા સાહેબ વાંકાનેર તાલુકા પ્રમુખ શ્રી રતિલાલભાઈ અણીયારીયા અને શહેર પ્રમુખ શ્રી પરેશભાઈ મઢવી એ સાલ ઓઢાડીને  સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઓ એ પુષ્પ વૃષ્ટિ કરીને એમ્બ્યુલસ તેમજ દાતાને વધાવ્યા હતા 

આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શ્રી શિરસયા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા તાલુકા પ્રમુખ રતિલાલ ભાઈ અણીયારીયા શહેર પ્રમુખ પરેશભાઇ મઢવી સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. શ્રી ડોક્ટર પરમાર સાહેબે ફ્લેગ આપીને આજની તારીખે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું 

આ સેવાની ભાવના ને વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવ સિંહ જી એ શુભેચ્છા સંદેશ પાઠવીને ભાજપના કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને આરોગ્ય સેવા સમિતિના સભ્યશ્રી ઋષિરાજ સિંહ ઝાલા ને પણ અભિનંદન પાઠવ્યા હતા 


આ પ્રસંગે વાંકાનેર તાલુકાના સભ્યો અને સંગઠનના સભ્યો વાંકાનેર શહેર ના સભ્યો અને સર્વે ભાજપના કાર્યકર્તાઓએ હાજરી આપીને આ સેવાને હૃદયથી બિરદાવી હતી.