વાંકાનેરના સિંધાવદર મુકામે વાંકાનેર તાલુકા અને શહેર ભાજપ પરિવાર અને માલધારી સમાજ દ્વારા શ્રી અણદાબાપા ની જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે આવેલ માલધારી સમાજની ઐતિહાસિક જગ્યા એવી શ્રી અણદાબાપા ની જગ્યાએ આજ રોજ તા.23/6/21નાં રોજ વાંકાનેર તાલુકા અને શહેર ભાજપ પરિવાર તથા માલધારી સમાજના સાથ સહકારથી અને વાંકાનેરના મહારાજા રાજસાહેબ શ્રી કેશરી દેવશિંહજી ઝાલાનાં માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ પ્રસંગે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી,મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરાજીયા,વાંકાનેર તાલુકા મહામંત્રી હીરાભાઈ બંભવા તેમજ કે. ડી.ઝાલા, દીપકભાઈ પટેલ,મેહુલભાઈ ઠાકરાની તેમજ માલધારી સમાજ નાં આગેવાન રાઘવ ભાઈ, પબાભાઈ, નોંઘા ભાઈ,પોપટભાઈ,જગ્યાના પૂજારી બાબભાઈ નાં વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment