વાંકાનેરનાં પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમી એવા સ્વર્ગસ્થ રાજવી નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડૉ.દિગ્વિજયસિંહજી ઝાલા ને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે વિશ્વ પર્યાવરણ દિવસએ ૨૦,૦૦૦ વૃક્ષોનું વાવેતરનો સંકલ્પ કરતા વાંકાનેરના નામદાર મહારાણા રાજસાહેબ શ્રી કેશરીદેવસિંહજી
આજરોજ તારીખ 05/06/2021 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ના વડપણ હેઠળ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ટી. એન. દઢાણીયા સાહેબ અને સાણજા સાહેબ ના માર્ગદર્શન મુજબ વાંકાનેરના મહારાણા રાજ સાહેબ સ્વ.ડૉ. દિગ્વિજયસિંહજી કે જેવો ભારત સરકારના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા અને તેઓએ દેશમાં પ્રથમ પર્યાવરણ મંત્રાલય શરૂ કરાવેલ તેમને શ્રદ્ધાંજલિ રૂપે ગરાસીયા બોર્ડિંગ વાંકાનેર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ તકે શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, સંતો-મહંતો, સરપંચો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સદસ્ય , પાર્ટીના હોદ્દેદારો તેમજ ધાર્મિક સંસ્થાના વડા હાજર રહ્યા હતા...
આગામી ચોમાસા દરમિયાન વાંકાનેર શહેર તથા તાલુકામાં 20000 ( વિસહજાર ) વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરવાનો સંકલ્પ કરેલ ..
તેમજ ગરાસીયા બોર્ડિંગ માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવેલ અને વૃક્ષારોપણ કાર્યક્રમ ને સફળ બનાવવા અને પર્યાવરણની જાળવણી માટે સૌના સહકારની કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા અપીલ કરવામાં આવેલ...
તસ્વીર: નવદીપ ભટ્ટી વાંકાનેર.
No comments:
Post a Comment