વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા શોસિયલ મિડીયા દ્વારા કોરોના માં સાવચેત માટે ઝુંબેશ શરૂ કરી.
વાંકાનેર : સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂઆત થઈ ગઈ છે ત્યારે વાંકનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોન સંક્રમિત કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજનાં ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ કોરોના ટેસ્ટ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે ત્યારે વાંકાનેર રાજ પરિવારના યશસ્વી યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા લોકો ને જાગૃતતા માટે એક અલગ રીતે શોસિયલ મીડીયા દ્વારા ઝુંબેશ ચલાવામાં આવી રહી છે..
સરકારશ્રી ના આદેશ અનુસાર જે જે પ્રાથમિક નિયમો અને સત્ય અને ભ્રમ વિશેની પોસ્ટ શેર કરી હતી. તેમની પોસ્ટ ફેસબુક અને વ્હોટસએપનાં માધ્યમથી લોકો સુધી પોહચે એ હેતુસર ફરતી કરવામાં આવી છે. અને તેમનો ઘણો મોટો રિસ્પોન્સ મળી રહ્યો છે..
ગત સ્વરાજ ની ચૂંટણીમાં આશરે આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત પર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાના નેતૃત્વ માં ભાજપનો કેસરીયો ફરક્યો છે ત્યાર થી વાંકાનેરનાં યુવાધન માં યુવરાજની એક અલગ છાપ ઉપશી આવી છે. યુવાધન નાં તે રોલ મોડેલ બની રહ્યા છે. તેમને સોશીયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટ લોકો યેનકેન પ્રકારે પોતાના ગ્રુપમાં શેર કરી લોકજાગૃતિની અનોખી ઝુંબેશ શરૂ કરી.
No comments:
Post a Comment