Saturday, 3 April 2021

 વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ ફરીથી શરૂ કરવા અને રેપિડ ટેસ્ટ કીટ યોગ્ય પ્રમાણમાં મળી રહે તેની  ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરવામાં આવી. 

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના ની બીજી લહેર એ માજા મૂકી છે ત્યારે  વાંકાનેર તાલુકામાં કોરોન સંક્રમિત કેસો દિન પ્રતિદિન વધવા લાગ્યા છે હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે covid-19 ની રેપિડ ટેસ્ટ ની કીટ ની ભારે અછત સર્જાઈ રહી છે અને વાંકાનેરમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે હાલ કોઈ સુવિધા નથી તો  આ તકે યુવરાજે રૂબરૂ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ મુલાકાત કરી અને  વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક કોરોના વોર્ડ ફરી થી શરૂ કરવાં, પૂરતા પ્રમાણમાં કોરોના રેપિડ ટેસ્ટ કિટ મળી રહે અને પૂરતો મેડિકલ સ્ટાફ મળી રહે અને કોરોના દર્દી ને પ્રાથમિક સારવાર જલ્દી મળી રહે  તેવી    જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને સી.ડી.એચ.ઓ જિલ્લા પંચાયત પ્રમુખને યુવરાજ કેસરીદેવસિંહજી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

Friday, 2 April 2021

વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા શોસિયલ મિડીયા દ્વારા કોરોના માં સાવચેત માટે ઝુંબેશ શરૂ કરી.

 વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા શોસિયલ મિડીયા દ્વારા કોરોના માં સાવચેત માટે ઝુંબેશ શરૂ કરી.

વાંકાનેર : સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂઆત થઈ ગઈ છે ત્યારે વાંકનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોન સંક્રમિત કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે  દરરોજનાં ઘણી મોટી સંખ્યામાં  દર્દીઓ કોરોના ટેસ્ટ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે ત્યારે વાંકાનેર રાજ પરિવારના યશસ્વી યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા લોકો ને જાગૃતતા માટે એક અલગ રીતે શોસિયલ મીડીયા દ્વારા ઝુંબેશ ચલાવામાં આવી રહી છે..

    સરકારશ્રી ના  આદેશ અનુસાર જે જે પ્રાથમિક નિયમો અને સત્ય અને ભ્રમ વિશેની પોસ્ટ શેર કરી હતી. તેમની પોસ્ટ  ફેસબુક અને વ્હોટસએપનાં માધ્યમથી લોકો સુધી પોહચે એ હેતુસર ફરતી કરવામાં આવી છે. અને તેમનો ઘણો મોટો રિસ્પોન્સ મળી રહ્યો છે..







     ગત સ્વરાજ ની ચૂંટણીમાં આશરે આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયત પર યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલાના નેતૃત્વ માં ભાજપનો કેસરીયો ફરક્યો છે ત્યાર થી વાંકાનેરનાં યુવાધન માં યુવરાજની એક અલગ છાપ ઉપશી આવી છે. યુવાધન નાં તે રોલ મોડેલ બની રહ્યા છે. તેમને સોશીયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટ લોકો યેનકેન પ્રકારે પોતાના ગ્રુપમાં શેર કરી લોકજાગૃતિની અનોખી ઝુંબેશ શરૂ કરી.

Thursday, 1 April 2021

વાંકાનેરમાં શ્રી વાસુકી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 વાંકાનેરમાં શ્રી વાસુકી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

શહેરના શ્રી વાસુકી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક તારીખ - ૩૧.૦૩.૨૦૨૧ ના રોજ વાસુકી મંદિર ના પટાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંક ના સહયોગથી આયોજિત કેમ્પમાં કુલ ૪૪ લોકોએ બ્લડ ડોનેશન કરેલ હતું. કાર્યક્રમનું આયોજન શ્રી વાસુકી એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ. ભરતભાઈ રાવલ,અમુભાઈ ઠાકરાણી,અશોકભાઈ વિંઝવાડિય,સુલતાન ભાઈ તથા ટ્રસ્ટના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

આ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમ્યાન સમૂહ લગ્ન , બ્લડ ડોનેશન કેમ્પ , શિયાળામાં જરૂરિયાતમંદોને ગરમ કપડાં તેમજ ગાયોને નિયમિત ઘાસચારો આપવાં સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરે છે.