ફોટો સ્ટોરી
===============
આજ સવારે આશરે ૯-૦૦ વાગ્યે મારી શેરીમાં "સટ્ટાક સટ્ટાક" એમ ચાબુક ના અવાજ મારા કાને સંભળાતા મે મારી શેરીમાં ડોકું કાઢી જોયું તો એક બાજુ અમારી સોસાયટી ના બાળકો પોતાની મોજમાં રંગ કલર થી રંગોત્સવ ઉજવાતા હતા અને એક બાજુ નાનો છોકરો મેલા ધેલા કપડાં પેહરી પોતાના જ હાથે ચાબુક થી પોતાની જ પીઠ પર વિંજતો હતો અને તે ચાબુક ની અવાજ ' સટ્ટાક સટ્ટાક ' એમ હવા માં ગુંજતો હતો...મે તેના હાવ ભાવ નું નિરીક્ષણ કર્યું તો એક હાથ માં કોઈકે આપેલી વાસી રોટલી હતી અને બીજા હાથ માં ચાબુક હતું....એક રોટલી ના ટુકડા માટે તે નાનો છોકરો પોતાની પીઠ પાછળ ચાબુક વીંજતો હતો અને તેનો અવાજ ભલભલાના હર્દય સોંસરવો નીકળતો હતો...મે તેને કીધું " તારી ઉંમર તો ધુળેટી રંગે રમવાની છે, અને તું ..." એને તરત જવાબ આપ્યો કે.." સાહેબ રંગે રમશું તો બપોરે ભૂખ્યું રહવું પડશે...." તેના જવાબ માં રંગ, આનંદ, પર્વ નો કોઈ ઉમંગ ન હતો...મે તેનો ફોટો પાડવા માટે કીધું તો જવાબ આપ્યો કે " સાહેબ અમારા ફોટા સારા નો આવે " તેમ છતાં મે થોડા ફોટા પાડી ...તેને બતાવ્યા તનો ખુદ નો ફોટો જોઈ તો ચેહરો મલકાય ઉઠયો...તેની પણ ક્લિક કરી....ત્યારે મને મન માં વિચાર આવ્યો કે આ સમયમાં વેલેન્ટાઈન્સ ડે, ચોકોલેટ ડે, ફ્રેન્ડ ડે, રોઝ ડે, મસ મોટા ખર્ચા કરી ઉજવી છીએ ત્યારે ક્યારે "રોટી ડે" જો ઉજવાય તો આવા નાના બાળકોને એક રોટલી માટે ચાબુક ખાવા નો વારો ન આવે.....તસવીર /અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર

No comments:
Post a Comment