Tuesday, 10 March 2020



આજના સમયમાં કોઈને  પૂછવામાં આવે કે દાંત ની માવજત, સફાઈ અને મજબૂતાઇ માટે  શું બેસ્ટ તો.... કોલગેટ, પેપસોડન્ટ,ઓરલ બી, ડાબર રેડ, દંત ક્રાંતિ જેવો અઢળક દેશી વિદેશી બ્રાન્ડ ના નામ બોલવા લાગે પણ હજુ અમુક લોકો એવા છે કે આપની પ્રાચીન કાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ દેશી બાવળ ના દાતણ, લીમડાના દાતણ અને કરંજના દાતણ કરતા હોઈ છે,અને તે લોકોના દાંત આ દેશી વિદેશી કંપની ને ટક્કર મારે મજબૂત હોય છે,આ લોકો ના દાંત મજબૂત અખરોટ એક ઘા એ તોડી નાખે તેવા મજબૂત હોઈ છે....સમય સાથે  લોકો બ્રસ - ટ્યુબ પેસ્ટ ઉપયોગ કરવા લાગ્યા તેમાં પણ લોકોને આકર્ષવા માટે મોટી મોટી કંપની લીમડા, બબુલ, લવિંગ જેવા ફોટો દેખાડી લોકોને પોતાની પ્રોડક્ટ તરફ ખેંચે છે..પહેલા ના સમયમાં ઘરમાં લીમડો હોઈ તેની જ ડાળી, નમક (મીઠુ) ના દાતણ કરતા આ ફોર્મ્યુલા કંપની વાળા લઈ તેમાં  વિવિધ પ્રોસેસ કરી ટ્યુબ / પાઉડર ના રૂપમાં મોંઘા ભાવે  બજારમાં વેચી લાખો કરોડો રૂપિયાનો કારોબાર કરે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ દાંતણ વાળા પાથરણા પાથરી ૫/૧૦ રૂપિયામાં  દાંતણ  વેચતા નજરે પડે છે અને તેના અમુક ગ્રાહકો તેના નિયત સમયે  દાતણ લઈ જતા હોય છે....આ ટેકનોલોજી ના સમયમાં પણ આવી મોટી બ્રાન્ડેડ કંપનીઓની સામે વગર કોઈ જાહેરાત, કોઈ પણ એડ. કોઈ પણ જાતના  માર્કેટિંગ વગર આ દાતણ વેચવા વાળા મસ મોટી કંપની ને  ટક્કર મારે છે અને અડીખમ મજબૂત રીતે  ટકી રહ્યા છે....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર

No comments:

Post a Comment