Friday, 20 March 2020

Tuesday, 10 March 2020



આજના સમયમાં કોઈને  પૂછવામાં આવે કે દાંત ની માવજત, સફાઈ અને મજબૂતાઇ માટે  શું બેસ્ટ તો.... કોલગેટ, પેપસોડન્ટ,ઓરલ બી, ડાબર રેડ, દંત ક્રાંતિ જેવો અઢળક દેશી વિદેશી બ્રાન્ડ ના નામ બોલવા લાગે પણ હજુ અમુક લોકો એવા છે કે આપની પ્રાચીન કાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ દેશી બાવળ ના દાતણ, લીમડાના દાતણ અને કરંજના દાતણ કરતા હોઈ છે,અને તે લોકોના દાંત આ દેશી વિદેશી કંપની ને ટક્કર મારે મજબૂત હોય છે,આ લોકો ના દાંત મજબૂત અખરોટ એક ઘા એ તોડી નાખે તેવા મજબૂત હોઈ છે....સમય સાથે  લોકો બ્રસ - ટ્યુબ પેસ્ટ ઉપયોગ કરવા લાગ્યા તેમાં પણ લોકોને આકર્ષવા માટે મોટી મોટી કંપની લીમડા, બબુલ, લવિંગ જેવા ફોટો દેખાડી લોકોને પોતાની પ્રોડક્ટ તરફ ખેંચે છે..પહેલા ના સમયમાં ઘરમાં લીમડો હોઈ તેની જ ડાળી, નમક (મીઠુ) ના દાતણ કરતા આ ફોર્મ્યુલા કંપની વાળા લઈ તેમાં  વિવિધ પ્રોસેસ કરી ટ્યુબ / પાઉડર ના રૂપમાં મોંઘા ભાવે  બજારમાં વેચી લાખો કરોડો રૂપિયાનો કારોબાર કરે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ દાંતણ વાળા પાથરણા પાથરી ૫/૧૦ રૂપિયામાં  દાંતણ  વેચતા નજરે પડે છે અને તેના અમુક ગ્રાહકો તેના નિયત સમયે  દાતણ લઈ જતા હોય છે....આ ટેકનોલોજી ના સમયમાં પણ આવી મોટી બ્રાન્ડેડ કંપનીઓની સામે વગર કોઈ જાહેરાત, કોઈ પણ એડ. કોઈ પણ જાતના  માર્કેટિંગ વગર આ દાતણ વેચવા વાળા મસ મોટી કંપની ને  ટક્કર મારે છે અને અડીખમ મજબૂત રીતે  ટકી રહ્યા છે....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર

Monday, 9 March 2020

ફોટો સ્ટોરી
===============
   આજ સવારે આશરે ૯-૦૦ વાગ્યે મારી શેરીમાં "સટ્ટાક સટ્ટાક" એમ ચાબુક ના અવાજ  મારા કાને સંભળાતા મે મારી શેરીમાં ડોકું કાઢી જોયું તો એક બાજુ અમારી સોસાયટી ના બાળકો પોતાની મોજમાં રંગ કલર થી રંગોત્સવ ઉજવાતા હતા અને એક બાજુ નાનો છોકરો મેલા ધેલા કપડાં પેહરી પોતાના જ હાથે ચાબુક થી પોતાની જ પીઠ પર વિંજતો હતો અને તે ચાબુક ની અવાજ ' સટ્ટાક સટ્ટાક ' એમ હવા માં ગુંજતો હતો...મે તેના હાવ ભાવ નું નિરીક્ષણ કર્યું તો એક હાથ માં કોઈકે આપેલી વાસી રોટલી હતી અને બીજા હાથ માં ચાબુક હતું....એક રોટલી ના ટુકડા માટે તે નાનો છોકરો પોતાની પીઠ પાછળ ચાબુક વીંજતો હતો અને તેનો અવાજ ભલભલાના હર્દય સોંસરવો નીકળતો હતો...મે તેને કીધું " તારી ઉંમર તો ધુળેટી રંગે રમવાની છે, અને તું ..." એને તરત જવાબ આપ્યો કે.." સાહેબ રંગે રમશું તો બપોરે ભૂખ્યું રહવું પડશે...." તેના જવાબ માં રંગ, આનંદ, પર્વ નો કોઈ ઉમંગ ન હતો...મે તેનો ફોટો પાડવા માટે કીધું તો જવાબ આપ્યો કે " સાહેબ અમારા ફોટા સારા નો આવે " તેમ છતાં મે થોડા ફોટા પાડી ...તેને બતાવ્યા તનો ખુદ નો ફોટો જોઈ તો ચેહરો મલકાય ઉઠયો...તેની પણ ક્લિક કરી....ત્યારે મને મન માં વિચાર આવ્યો કે આ સમયમાં    વેલેન્ટાઈન્સ ડે, ચોકોલેટ ડે, ફ્રેન્ડ ડે, રોઝ ડે, મસ મોટા ખર્ચા કરી ઉજવી છીએ ત્યારે ક્યારે "રોટી ડે" જો ઉજવાય તો આવા નાના બાળકોને એક રોટલી માટે ચાબુક ખાવા નો વારો ન આવે.....તસવીર /અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર