Wednesday, 24 June 2020
Monday, 4 May 2020
વાંકાનેરના હર્ષદભાઇ કણસાગરા અને તેમના પરિવારની મહેમાનગતિ...
વાંકાનેરના હર્ષદભાઇ કણસાગરા અને તેમના પરિવારની મહેમાનગતિ
***************************
તા.૪/૫/૨૦૨૦ ના રોજ મારે મારા અંગત કામ બાબતે મારા પરમ મિત્ર હર્ષદભાઈ કણસાગરાના પિતાશ્રી ડાહ્યાભાઈ કણસાગરા(ઉપનામ: મંત્રીશ્રી) લોક સાહિત્યકાર (વાંકાનેર નું ૨૪ કેરેટ નું ઘરેણું)ને મળવા જવાનું થયું....તે માટે મે હર્ષદને કોલ કર્યો કે "ભાઈ મારે તમારા પિતાશ્રી ને મળવું છે તો ક્યારે પધારૂ..." ત્યારે સામે છેડે એવો જવાબ આવ્યો કે..."ગમે ત્યારે આવી જાવ"...એટલે મેં એકપણ ક્ષણ નો વિલંબ કર્યા વગર ત્યાં પોહચી ગયો....ત્યારે હર્ષદ એ શ્રી ડાહ્યાભાઈ ને મારો પરિચય કરાવ્યો અને મારું જે કામ હતું તે પૂર્ણ કર્યું ....
અને ... સાચી વાત હવે શરૂ થાય છે.....કે હું અને હર્ષદ સાથે ભણતા સાથે અભ્યાસ કરતા તે સમયે રોજે રોજ ભેગા થતાં....પછી
સમય જતા ફેસબુક અને સોશ્યલ મિડીયા થી કોન્ટેક્ટમાં રહી વાતો કરતા....
આજે ઘણા સમય પછી જ્યારે તેને ફેસ ટુ ફેસ મળવાનું થયું ત્યારે કૃષ્ણ સુદામો ના મિત્રતા પ્રેમ યાદ આવી ગયો....
હર્ષદ મારા કામ માટે પોતાના કરિયાણા ની દુકાન રામભરોસે છોડી સાથે આવ્યા(આ કોરોનાની મહામારી માં કરિયાણાની દુકાન રેઢી મૂકવી એ કલેજાવાળી વાત કેવાય) અને બાદમાં મને પરાણે તેમના ઘરે લઈ ગયા અને તેમને પોતાના હાથે બનાવેલો શિખંડ જમાડ્યો(આ ઉનાળાની સીઝન નો પ્રથમ વખત શિખંડ)....
અને તેમના પિતાશ્રી તેમના ફરિયા માં વાવેલા ચીકુના ઝાડમાંથી તાજા ચીકુ મારા માટે લઈ આવ્યા......
મિત્રો....લગભગ ૩૦ મિનિટ આ મુલાકાત મારા માટે જાણે કૃષ્ણ અને સુદામા નો પ્રેમ યાદ આવી ગયો....
મિત્રો...આજે આ હર્ષદભાઇની ૩૦ મિનિટ ની મેહ'માન ગતી માણી પણ યાદગાર બની રહી...
( મિત્રો આ લેખ હર્ષદભાઈને કે તેના પરિવારજનોને સારું લગાડવા માટે નથી શેર કર્યો.. પણ આ કણસાગરા પરિવારની મહેમાનગતિ માણવી એ જીવનનો યાદગાર પ્રસંગ છે...)
....નવદીપ ભટ્ટી વાંકાનેર
Sunday, 3 May 2020
Lock down-3 DHYANSHI nu photoshoot
LokDown-3 .... photoshoot
હાલ સમગ્ર ભારત વૈશ્વિક મહામારી કોરોના ની ઝપટ માં છે અને સરકાર દ્વારા લોક ડાઉન -3 લાગુ કર્યું છે ત્યારે વાંકાનેર ની ધ્યાંશી શાહએ લોક ડાઉન 3માં તારીખ 3/5/2020ના રોજ 3મહિના પૂર્ણ કરતા તેના મમ્મી પપ્પા હેમાલી કુમારભાઈ શાહ એ તેમની લાડકવાઈ દીકરી ધ્યાંશી નું લોક ડાઉન 3નું ફોટોશૂટ કરાવ્યું.....તસવીર/અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર..
હાલ સમગ્ર ભારત વૈશ્વિક મહામારી કોરોના ની ઝપટ માં છે અને સરકાર દ્વારા લોક ડાઉન -3 લાગુ કર્યું છે ત્યારે વાંકાનેર ની ધ્યાંશી શાહએ લોક ડાઉન 3માં તારીખ 3/5/2020ના રોજ 3મહિના પૂર્ણ કરતા તેના મમ્મી પપ્પા હેમાલી કુમારભાઈ શાહ એ તેમની લાડકવાઈ દીકરી ધ્યાંશી નું લોક ડાઉન 3નું ફોટોશૂટ કરાવ્યું.....તસવીર/અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર..Wednesday, 29 April 2020
મૂળ વાંકાનેરના અને હાલ નર્મદા જિલ્લાના વાઘેથા ગામે CHO તરીખે ફરજ બજાવતા મેઘાબેન દવે કોરોના વાઇરસ સામેની લડાઈમાં વીર યોદ્ધા સાબિત થાય....
મૂળ વાંકાનેરના અને હાલ નર્મદા જિલ્લાના વાઘેથા ગામે CHO તરીખે ફરજ બજાવતા મેઘાબેન દવે કોરોના વાઇરસ સામેની લડાઈમાં વીર યોદ્ધા સાબિત થયા.... (વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલના પૂર્વ શિક્ષકશ્રી અશોકભાઈ દવેના પુત્રવધુ )
============================
મૂળ વાંકાનેર ગામના અને હાલ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ના વાઘેથા ગામ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO). તરીખે ફરજ બજાવતા મેઘાબેન ગુરૂદતભાઈ દવે કોરોના વાઇરસ સામેની ફરજ દરમિયાન ચેપગ્રસ્ત લોકોની સારવાર કરતા હતા તે સમયમાં કોઈક પોઝિટિવ ના સંપર્ક માં આવ્યા હોઈ તેવી શંકા થતાં અને કોરોના વાઇરસના થોડા લક્ષણો જણાતા તેને તા.૧૬/૪/૨૦૨૦ના રોજ તાત્કાલિક રિપોર્ટ કરાવ્યો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે પોતે સ્વયં corontain થયા અને તેના પતિ પણ સ્વયં હોમ corontain થયા હતા. ૧૦ દિવસ દરમિયાન તે ક્યારેય હતાશ થયા નહિ અને કોઈ પણ જાતની હિમંત હાર્યા વગર તેમને કોરોના નો સામનો કર્યો અને તા.૨૬/૪/૨૦૨૦ ના રોજ સરકારશ્રી દ્વારા કરતા તમામ રિપોર્ટ કરવ્યા અને તમામ રિપોર્ટ નીગેટિવ આવ્યા ત્યારે ૨૯/૪/૨૦૨૦ના રોજ તેમને કોરોના ને પરાસ્ત કરી કોરોના પર વિજય મેળવી અને કોરોના સામે એક વીર યોદ્ધા સાબિત થયા.. આ સાથે નર્મદા જિલ્લાના ટોટલ ૧૧ કેસ માંથી ૯ વ્યક્તિનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને હોસ્પિટલ માંથી ડીસ ચાર્જ કરતા હોસ્પિટલ સ્ટાફ અને તેમની સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ....અહેવાલ/તસવીર: નવદીપ ભટ્ટી વાંકાનેર...
============================
મૂળ વાંકાનેર ગામના અને હાલ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ના વાઘેથા ગામ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO). તરીખે ફરજ બજાવતા મેઘાબેન ગુરૂદતભાઈ દવે કોરોના વાઇરસ સામેની ફરજ દરમિયાન ચેપગ્રસ્ત લોકોની સારવાર કરતા હતા તે સમયમાં કોઈક પોઝિટિવ ના સંપર્ક માં આવ્યા હોઈ તેવી શંકા થતાં અને કોરોના વાઇરસના થોડા લક્ષણો જણાતા તેને તા.૧૬/૪/૨૦૨૦ના રોજ તાત્કાલિક રિપોર્ટ કરાવ્યો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે પોતે સ્વયં corontain થયા અને તેના પતિ પણ સ્વયં હોમ corontain થયા હતા. ૧૦ દિવસ દરમિયાન તે ક્યારેય હતાશ થયા નહિ અને કોઈ પણ જાતની હિમંત હાર્યા વગર તેમને કોરોના નો સામનો કર્યો અને તા.૨૬/૪/૨૦૨૦ ના રોજ સરકારશ્રી દ્વારા કરતા તમામ રિપોર્ટ કરવ્યા અને તમામ રિપોર્ટ નીગેટિવ આવ્યા ત્યારે ૨૯/૪/૨૦૨૦ના રોજ તેમને કોરોના ને પરાસ્ત કરી કોરોના પર વિજય મેળવી અને કોરોના સામે એક વીર યોદ્ધા સાબિત થયા.. આ સાથે નર્મદા જિલ્લાના ટોટલ ૧૧ કેસ માંથી ૯ વ્યક્તિનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે તેમને હોસ્પિટલ માંથી ડીસ ચાર્જ કરતા હોસ્પિટલ સ્ટાફ અને તેમની સોસાયટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ....અહેવાલ/તસવીર: નવદીપ ભટ્ટી વાંકાનેર...
Monday, 20 April 2020
Wankaner Hotel Royal Oasis - Stepwell... NAVDEEP BHATTI
આજે હેરિટેજ દિવસ નિમિતે વાંકાનેરના રોયલ ઓએસિસ હોટેલ (મોટીવાડી) ખાતે ની વાવ (stepwell) તસવીર રજૂ કરી છે.......
======================
વારસામાં મળેલા બંધારણ (બાંધકામ)ને કેટલી સારી રીતે સાચવી શકાય તેનું એક ઉદાહરણ એટલે વાંકાનેરનો રણજીત વિલાસ પેલેસ છે. આ રાજમહેલ હવે એક હેરિટેજ સ્ટે માં ફેરવાયો છે અને તેનું નામ રોયલ ઓએસિસ હોટેલ રાખવામાં આવ્યું છે. આ સુંદર મહેલમાં ઈ. સ. ૨૦મી સદીના પ્રારંભિક માં વાવ નું ઘર માનવા માં આવે છે, જે તેના પાછલા મહિમામાં પાછું ફરી વળ્યુ છે અને તેને જોઈ શકાય છે. રોયલ ઓએસિસ હોટેલ ની વાવ જોઈ ને એક આશ્ચર્યચકિત થવા જેવી બાબત છે...
તસવીર અને અહેવાલ::
નવદીપ ભટ્ટી વાંકાનેર...
Tuesday, 10 March 2020
આજના સમયમાં કોઈને પૂછવામાં આવે કે દાંત ની માવજત, સફાઈ અને મજબૂતાઇ માટે શું બેસ્ટ તો.... કોલગેટ, પેપસોડન્ટ,ઓરલ બી, ડાબર રેડ, દંત ક્રાંતિ જેવો અઢળક દેશી વિદેશી બ્રાન્ડ ના નામ બોલવા લાગે પણ હજુ અમુક લોકો એવા છે કે આપની પ્રાચીન કાળથી ચાલી આવતી પ્રણાલી મુજબ દેશી બાવળ ના દાતણ, લીમડાના દાતણ અને કરંજના દાતણ કરતા હોઈ છે,અને તે લોકોના દાંત આ દેશી વિદેશી કંપની ને ટક્કર મારે મજબૂત હોય છે,આ લોકો ના દાંત મજબૂત અખરોટ એક ઘા એ તોડી નાખે તેવા મજબૂત હોઈ છે....સમય સાથે લોકો બ્રસ - ટ્યુબ પેસ્ટ ઉપયોગ કરવા લાગ્યા તેમાં પણ લોકોને આકર્ષવા માટે મોટી મોટી કંપની લીમડા, બબુલ, લવિંગ જેવા ફોટો દેખાડી લોકોને પોતાની પ્રોડક્ટ તરફ ખેંચે છે..પહેલા ના સમયમાં ઘરમાં લીમડો હોઈ તેની જ ડાળી, નમક (મીઠુ) ના દાતણ કરતા આ ફોર્મ્યુલા કંપની વાળા લઈ તેમાં વિવિધ પ્રોસેસ કરી ટ્યુબ / પાઉડર ના રૂપમાં મોંઘા ભાવે બજારમાં વેચી લાખો કરોડો રૂપિયાનો કારોબાર કરે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ દાંતણ વાળા પાથરણા પાથરી ૫/૧૦ રૂપિયામાં દાંતણ વેચતા નજરે પડે છે અને તેના અમુક ગ્રાહકો તેના નિયત સમયે દાતણ લઈ જતા હોય છે....આ ટેકનોલોજી ના સમયમાં પણ આવી મોટી બ્રાન્ડેડ કંપનીઓની સામે વગર કોઈ જાહેરાત, કોઈ પણ એડ. કોઈ પણ જાતના માર્કેટિંગ વગર આ દાતણ વેચવા વાળા મસ મોટી કંપની ને ટક્કર મારે છે અને અડીખમ મજબૂત રીતે ટકી રહ્યા છે....
તસવીર/અહેવાલ: નવદીપ ભટ્ટી વાંકાનેર
Subscribe to:
Posts (Atom)















