Monday, 13 February 2023

વાંકાનેરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ સમુહ જ્ઞાતિ ભોજન સમારોહ યોજાયો.

 વાંકાનેરમાં ગુર્જર ક્ષત્રિય કડિયા  સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ સમુહ જ્ઞાતિ ભોજન સમારોહ યોજાયો

વાંકાનેર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા વાંકાનેર સ્થિત શ્યામવાડી ખાતે કડિયા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની

વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યું હતું. 






આ તકે વાંકાનેર નાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ની વિશેષ ઉપસ્થિતિ માં દીપ પ્રગટ્યા કરી આ સમારોહ માં અધ્યક્ષ સ્થાને સાથે કડિયા સમાજના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા ટ્રસ્ટી મંડળ સાથે ગુર્જર કડિયા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ માં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વાં,ગુ,ક્ષ,કડિયા સમાજના પ્રમુખ, ઉપ્ પ્રમુખ તથા જ્ઞાતિ માં આગેવાનો દ્વારા ધો.1 થી સ્નાતક સુધીના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તદુપરાંત વર્ષોથી પ્રમુખ પદે નિસ્વાર્થ સેવા આપતા શ્રી પ્રભુભાઈ ગીરધરભાઇ ચૌહાણ વય મર્યાદા નાં લીધે સ્વેચ્છીક નિવૃત્તિ લઈ સમાજના ઉત્કર્ષ વિકાસ માટે યુવા પેઢીને સમાજનું સુકાન સોંપવામાં આવ્યું હતું. આ તકે નવા પ્રમુખ ઉપ પ્રમુખની તથા ટ્રસ્ટી મંડળ ની જાહેરાત કરવામાં આવી હતી. નવા પ્રમખ તારીખે જગદીશભાઈ પરમાર,ઉપપ્રમુખ તારીખે પરેશભાઈ ખોલિયા,મંત્રી તારીખે મિતેષ સોલંકી,સભ્યપદે મહેન્દ્રભાઈ ભટ્ટી અને મહિલા સભ્યપદે રસીલાબેન કાચા સાથે વિવિધ લોકો ની વરણી કરવામાં આવી હતી સાથે નવનિયુક્ત કમિટી સભ્યોનું  સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં વર્ષો થી પ્રમુખપદે સેવા આપતા પ્રભુભાઈ ચૌહાણે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું....

અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર 7984295743


Friday, 10 February 2023

વાંકાનેરનાં રાતિદેવળી ગામે રવિવારે કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેરનાં રાતિદેવળી ગામે રવિવારે કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે
દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બંધુસમાજ દવાશાળા વાંકાનેર દ્વારા રાતિદેવલી ગામ ખાતે આગામી તા. ૧૨ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી ૨ કલાક સુધી કાન-નાક અને ગળાના દર્દોનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે
આ કેમ્પમાં ઈ.એન.ટી. સર્જન ડો. સુરભી અંબાણી સેવા આપશે જે કેમ્પમાં કાન-નાક અને ગળાના રોગોની સચોટ સારવાર-નિદાન અને ઓપરેશન અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે ઉપરાતં તદન રાહત દરે ઓપરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 વાંકાનેરના રાતીદેવલી પ્રાથમિક કન્યા શાળા ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પનો વાંકિયા, પંચાસીયા, રાણેકપર, પંચાસર અને વઘાસીયા ગામના દર્દીઓ પણ લાભ લઇ શકશે.
તારીખ :- 12/02/2023, વાર :- રવીવાર
સમય :- સવારે 09:30 થી 02:00 સુધી
સ્થળ :- રાતિદેવળી કન્યા પ્રાથમિક શાળા