Thursday, 21 November 2019

વાંકાનેર ખાતે આગામી તારીખ ૨૪/૧૧/૨૦૧૯ રવિવારના દિવસે વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ દ્વારા "તૃતિય પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય" સંમેલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપણે આપણા વિદ્યાર્થી સમયના જૂના સંસ્મરણો તાજા કરી ફરી એક વખત જૂના મિત્રો અને શિક્ષકોને મળવાની તક મળી છે તો આ તક નો સદઉપયોગ કરી આપણે આપણી શાળા માટે એક દિવસ ફાળવીને હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે તો આ આમંત્રણ ને માથે ચડાવી અચૂક હાજર રેહવા મારી નમ્ર વિનંતી છે...શાળા સાથે આત્મીય સંબંધો મજબૂત બને રહે તે હેતુ થી આ આયોજન કરવામાં આવ્યું છે...સાથે સાથે આ કાર્યક્રમ માં આશરે ૧૦૦ જૂના ફોટાની વિશાળ પ્રદર્શની, વાંકાનેરના જાણીતા ફોટોગ્રાફર શ્રી ભાટી.એન.ની તસ્વીર પ્રદર્શની અને વાંકાનેરના મનસુખભાઇ પ્રજાપતિ "મિટ્ટીકુલ" સ્વદેશી ઉપકરણો ની પ્રદર્શની પણ છે...તો મિત્રો તારીખ ૨૪/૧૧/૨૦૧૯ રવિવારે હું આપની આતુરતા પૂર્વક રાહ જોવું છું સાથે વિદ્યાભારતી શૈક્ષણિક સંસ્થા આપને આવકારવા થનગને છે...નવદીપ ભટ્ટી વાંકાનેર.

Sunday, 10 November 2019

National Education Day

વાંકાનેરની ધરતીનાં અનમોલ રત્ન એવા મનસુખભાઈ પ્રજાપતી...જેને માટીકલામાં કહી એતો ચાક શરૂ કરી ચાર ચાર રાષ્ટ્રપતિના વરદ હસ્તે સન્માન મેળવીને ૯૦ જેટલા સન્માનપત્ર અને એવોર્ડ્સ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંકાનેરનું નામ ઊજળું કરી સાથે ભારતનું નામ રોશન કર્યું છે.... માટી કલાના બેનમૂન વસ્તુઓ બનાવી તેમને માટી ઉત્પાદનો માટે સમગ્ર વિશ્વમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જી.અબ્દુલકલામજીએ મનસુખભાઇ ને "માટીના વૈજ્ઞાનિક" ની ઉપમા આપી નવાજ્યા છે.. તસ્વીર: નવદીપ ભટ્ટી. વાંકાનેર..