Monday, 4 May 2020

વાંકાનેરના હર્ષદભાઇ કણસાગરા અને તેમના પરિવારની મહેમાનગતિ...





વાંકાનેરના હર્ષદભાઇ કણસાગરા અને તેમના પરિવારની મહેમાનગતિ
***************************
તા.૪/૫/૨૦૨૦ ના રોજ મારે મારા અંગત કામ બાબતે મારા પરમ મિત્ર હર્ષદભાઈ કણસાગરાના પિતાશ્રી ડાહ્યાભાઈ કણસાગરા(ઉપનામ: મંત્રીશ્રી) લોક સાહિત્યકાર (વાંકાનેર નું ૨૪ કેરેટ નું ઘરેણું)ને મળવા જવાનું થયું....તે માટે મે હર્ષદને કોલ કર્યો કે "ભાઈ મારે તમારા પિતાશ્રી ને મળવું છે તો ક્યારે પધારૂ..." ત્યારે સામે છેડે એવો જવાબ આવ્યો કે..."ગમે ત્યારે આવી જાવ"...એટલે મેં એકપણ ક્ષણ નો વિલંબ કર્યા વગર ત્યાં પોહચી ગયો....ત્યારે હર્ષદ એ શ્રી ડાહ્યાભાઈ ને મારો પરિચય કરાવ્યો અને મારું જે કામ હતું તે પૂર્ણ કર્યું ....
     અને ... સાચી વાત હવે શરૂ થાય છે.....કે હું અને હર્ષદ સાથે ભણતા સાથે અભ્યાસ કરતા તે સમયે  રોજે રોજ ભેગા થતાં....પછી
    સમય જતા ફેસબુક અને સોશ્યલ મિડીયા થી કોન્ટેક્ટમાં  રહી વાતો કરતા....
    આજે ઘણા સમય પછી જ્યારે તેને ફેસ ટુ ફેસ મળવાનું થયું ત્યારે કૃષ્ણ સુદામો ના મિત્રતા પ્રેમ યાદ આવી ગયો....
    હર્ષદ મારા કામ માટે  પોતાના કરિયાણા ની દુકાન રામભરોસે છોડી સાથે આવ્યા(આ કોરોનાની મહામારી માં કરિયાણાની દુકાન રેઢી મૂકવી એ કલેજાવાળી વાત કેવાય) અને  બાદમાં મને  પરાણે  તેમના ઘરે લઈ ગયા અને તેમને પોતાના હાથે બનાવેલો શિખંડ જમાડ્યો(આ ઉનાળાની સીઝન નો પ્રથમ વખત શિખંડ)....
     અને તેમના પિતાશ્રી તેમના ફરિયા માં વાવેલા ચીકુના ઝાડમાંથી તાજા ચીકુ  મારા માટે લઈ આવ્યા......
     મિત્રો....લગભગ ૩૦ મિનિટ આ મુલાકાત મારા માટે જાણે કૃષ્ણ અને સુદામા નો પ્રેમ યાદ આવી ગયો....
     મિત્રો...આજે આ હર્ષદભાઇની ૩૦ મિનિટ ની મેહ'માન ગતી માણી પણ યાદગાર બની રહી...
( મિત્રો આ લેખ હર્ષદભાઈને કે તેના પરિવારજનોને સારું લગાડવા માટે નથી શેર કર્યો.. પણ આ કણસાગરા પરિવારની મહેમાનગતિ માણવી એ જીવનનો યાદગાર પ્રસંગ છે...)
       
          ....નવદીપ ભટ્ટી વાંકાનેર

Sunday, 3 May 2020

Lock down-3 DHYANSHI nu photoshoot

LokDown-3 .... photoshoot



હાલ સમગ્ર ભારત વૈશ્વિક મહામારી કોરોના ની ઝપટ માં છે અને સરકાર દ્વારા લોક ડાઉન -3 લાગુ કર્યું છે ત્યારે વાંકાનેર ની ધ્યાંશી શાહએ લોક ડાઉન 3માં તારીખ 3/5/2020ના રોજ 3મહિના પૂર્ણ કરતા તેના મમ્મી પપ્પા હેમાલી કુમારભાઈ શાહ એ તેમની લાડકવાઈ દીકરી ધ્યાંશી નું લોક ડાઉન 3નું ફોટોશૂટ કરાવ્યું.....તસવીર/અહેવાલ:: નવદીપ ભટ્ટી વાંકાનેર..