Wednesday, 29 April 2020

મૂળ વાંકાનેરના અને હાલ નર્મદા જિલ્લાના વાઘેથા ગામે CHO તરીખે ફરજ બજાવતા મેઘાબેન દવે કોરોના વાઇરસ સામેની લડાઈમાં વીર યોદ્ધા સાબિત થાય....




મૂળ વાંકાનેરના અને હાલ નર્મદા જિલ્લાના વાઘેથા ગામે CHO  તરીખે ફરજ બજાવતા મેઘાબેન દવે  કોરોના વાઇરસ સામેની લડાઈમાં વીર યોદ્ધા સાબિત થયા.... (વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલના પૂર્વ શિક્ષકશ્રી અશોકભાઈ દવેના  પુત્રવધુ )
============================
મૂળ વાંકાનેર ગામના અને હાલ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ના વાઘેથા ગામ ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO). તરીખે ફરજ બજાવતા મેઘાબેન ગુરૂદતભાઈ દવે  કોરોના વાઇરસ સામેની ફરજ દરમિયાન ચેપગ્રસ્ત લોકોની સારવાર કરતા હતા તે સમયમાં કોઈક પોઝિટિવ ના સંપર્ક માં આવ્યા  હોઈ તેવી શંકા થતાં અને કોરોના વાઇરસના  થોડા લક્ષણો જણાતા તેને તા.૧૬/૪/૨૦૨૦ના રોજ તાત્કાલિક રિપોર્ટ કરાવ્યો અને  તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે પોતે સ્વયં corontain થયા અને તેના પતિ પણ સ્વયં હોમ corontain થયા હતા. ૧૦ દિવસ દરમિયાન તે ક્યારેય હતાશ થયા નહિ અને કોઈ પણ જાતની હિમંત હાર્યા વગર તેમને કોરોના નો સામનો કર્યો અને તા.૨૬//૦૨૦ ના રોજ સરકારશ્રી દ્વારા કરતા તમામ રિપોર્ટ કરવ્યા અને તમામ રિપોર્ટ નીગેટિવ આવ્યા ત્યારે ૨૯/૪/૨૦૨૦ના રોજ તેમને કોરોના ને પરાસ્ત કરી કોરોના પર વિજય મેળવી અને કોરોના સામે એક વીર યોદ્ધા સાબિત થયા.. આ સાથે નર્મદા જિલ્લાના ટોટલ ૧૧ કેસ માંથી ૯ વ્યક્તિનો નેગેટિવ રિપોર્ટ આવતા આજે  તેમને હોસ્પિટલ માંથી ડીસ ચાર્જ કરતા હોસ્પિટલ સ્ટાફ અને તેમની સોસાયટી  દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ....અહેવાલ/તસવીર: નવદીપ ભટ્ટી વાંકાનેર...

Monday, 20 April 2020

Wankaner Hotel Royal Oasis - Stepwell... NAVDEEP BHATTI










આજે હેરિટેજ દિવસ નિમિતે વાંકાનેરના રોયલ ઓએસિસ હોટેલ (મોટીવાડી) ખાતે ની વાવ (stepwell) તસવીર રજૂ કરી છે.......
======================
   વારસામાં મળેલા બંધારણ (બાંધકામ)ને કેટલી સારી રીતે સાચવી શકાય તેનું એક ઉદાહરણ એટલે વાંકાનેરનો રણજીત વિલાસ પેલેસ છે. આ રાજમહેલ હવે એક હેરિટેજ સ્ટે માં ફેરવાયો છે અને તેનું નામ રોયલ ઓએસિસ હોટેલ રાખવામાં આવ્યું છે. આ સુંદર મહેલમાં ઈ. સ. ૨૦મી સદીના પ્રારંભિક માં વાવ નું ઘર માનવા માં  આવે છે,  જે તેના પાછલા મહિમામાં પાછું ફરી વળ્યુ છે અને તેને જોઈ શકાય છે. રોયલ ઓએસિસ હોટેલ ની વાવ જોઈ ને એક આશ્ચર્યચકિત થવા જેવી બાબત છે...
તસવીર અને અહેવાલ:: 
નવદીપ ભટ્ટી વાંકાનેર...